ગુજરાતમાં કોરોનાના આજે પણ 300થી વધુ નવા કેસ આવિયા

ગુજરાત
ગુજરાત

એક્ટિવ કેસ વધીને 1,786 થયા, રિકવરી રેટ ઘટીને 97.69 ટકા થયો : કુલ કેસોની સંખ્યા 267767 થઈ, દહેશત વચ્ચે રાહત : આજે રાજ્યમાં એક પણ દર્દીનું મોત નહીં

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 348 કેસો નોંધાયા છે. અને 294 દર્દીઓ સાજા થયા, આ સાથે કુલ 2,61,565 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, આજે એક પણ દર્દીનું મોત થયું નથી.

હાલ રાજ્યમાં કુલ 31 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 1755 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4406 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 267767 પર પહોંચ્યો છે. એક્ટિવ કેસ વધીને 1,786 થયા, રિકવરી રેટ ઘટીને 97.69 ટકા થયો છે.

આજે રાજયમાં બનાસકાંઠા, બોટાદ, દાહોદ, ડાંગ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ કુલ 7 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ઉપરાંત જામનગર ગ્રામ્ય અને તાલુકા વિસ્તારમાં પણ કોઈ કેસ સામે આવ્યો નથી.

અમદાવાદ 74, વડોદરા 76, સુરત 66, રાજકોટ 52, જામનગર 8, કચ્છ-ગાંધીનગર 7, આણંદ-ખેડા- મહિસાગર- ભાવનગર 6, ગીર સોમનાથ 5, સાબરકાંઠા-જૂનાગઢ 4, નર્મદા 3, અમરેલી- દેવભૂમિ દ્વારકા- મહેસાણા -મોરબી -નવસારી- પંચમહાલ- પાટણ ર, અરવલ્લી- ભરૂચ- છોટા ઉદેપુર- તાપી 1.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.