રાજ્યમાં કોરોના અનરાધાર : નવા ૭૮૩ કેસ

ગુજરાત
corona
ગુજરાત

અમદાવાદ : રાજ્યમાં સતત પાંચમા દિવસે કોરોના પોઝીટીવ કેસ ૭૦૦ ને પાર થઇ ૭૮૩ નોંધાયા છે.આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો ૩૮ હજારને પાર થઇ ૩૮૪૧૯ થયો છે.રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૬ દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક ૧૯૯૫ થયો છે.રાજ્યમાં આજે ૫૬૯ દર્દીઓને ડીસ્ચાર્જ કરાતા કુલ ડીસ્ચાર્જ થવાનો આંકડો ૨૭ હજારને પાર થઇ ૨૭૩૧૩ થયો છે.જેમાં ૬૯ દર્દીઓ વેન્ટીલેટર ઉપર અને ૯૦૪૪ દર્દી સ્ટેબલ છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૦૩૪ ટેસ્ટ કરવામાં આવતા ૭૮૩ દર્દીઓ કોરોનાના નોંધાયા હતાં.સતત પાંચ દિવસ થી ૭૦૦ ને પાર આવતા કેસોને લીધે કોરોનાના પાંચ દિવસમાં ૩૬૦૦ થી વધુ કેસ નોંધાયા હતાં. જે આરોગ્ય ની ગંભીર Âસ્થતિ હોવાનું જણાવી રહ્યું છે. રાજ્યમાં આજે કોવિડના કારણે ૧૬ મૃત્યુ થયા હતાં. જેમાં અમદાવાદ કોર્પોરેશન-૫,સુરત કોર્પોરેશન-૩ અને ગ્રામ્યમાં -૨,રાજકોટ કોર્પોરેશન-૩,અમરેલી જામનગર અને મોરબીમાં ૧-૧ મોત નોંધાયા છે.અમદાવાદ શહેરમાં-૧૪૯ અને ગ્રામ્યમાં ૭ સાથે ૧૫૬ કેસ કોરોના પોઝીટીવના નોંધાયા છે.આ સાથે શહેરમા કોરોનાથી કુલ સંક્રમિતોનો આંકડો ૨૨૪૧૮ થયો છે.શહેરમાં વધુ ૫ મોત થયા હતાં.મૃત્યુઆંક ૧૫૦૦ ને પાર થઇ ૧૫૦૧ થયો છે.સુરત શહેરમાં આજે વિક્રમી ૨૭૩ કેસ નોંધાયા હતાં.
જેમાં સુરત શહેરના ૨૧૫ અને ગ્રામ્યના ૫૮ કેસોનો સમાવેશ થાય છે.આ સાથે સુરતમાં કોરોનાથી કુલ સંક્રમિતોનો આંકડો ૬૭૩૧ થયો છે. આજે વધુ ૫ મોત થતા ૧૯૬ કુલ મોત સુરતમાં થયા છે. વડોદરા શહેર ૪૪ અને ગ્રામ્યમમાં ૧૨ અને કુલ ૬૭ કોરોના પોઝીટીવના ૨૪ કલાકમાં કેસ નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.