400 શિક્ષકો અને બાળકો કોરોના પોઝિટીવ : 20 દિવસ સ્કૂલ અને કોલેજો બંધ રાખવા વાલીઓની માંગ

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યો છે. ગઈકાલે કોરોનાના કેસ 1000ની નજીક પહોંચી ગયા છે. અમદાવાદ, વડોદરા અને સુરતની સ્થિતિ સતત ગંભીર બની રહી છે. કોરોનાના કેસ વધતા ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા 20 દિવસ સ્કૂલ બંધ રાખવા માંગ કરાઈ રહી છે. અત્યાર સુધી સ્કૂલમાં 400 કરતા વધુ કોરોના કેસ નોંધાયા હોવાનો વાલીમંડળે આક્ષેપ કર્યો છે. અમદાવાદની સ્કૂલોમાં ટેસ્ટ ના આંકડા બહાર નથી આવ્યા જ્યારે સુરતમાં 192 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હોવાની ચર્ચા છે. સ્કૂલો 20 દિવસ બંધ રાખી માત્ર ફાઇનલ પરીક્ષા જ લેવા સરકારને અપીલ કરાઈ રહી છે. આ સાથે વિદ્યાર્થીઓને આ વર્ષે ગ્રેસીગ આપી પાસ કરવા પણ વાલી મંડળે માગ કરી છે. ગુજરાતમાં કેસો વધતાં ફરી સ્કૂલો બંધ કરવાની માગ થઈ રહી છે. અમદાવાદ અને સુરતમાં બાગ-બગીચાથી લઈને બીઆરટીએસ અને એસટીબસ સેવાઓ મામલે પણ નવા નિર્ણયો લેવાયા છે. સતત કેસો વધી રહ્યાં છે.

સુરતમાં રોકેટ ગતિએ વધતા કોરોના કેસને લઈને મહાનગર પાલિકાએ ઓફ લાઈન ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ લગાવ્યો છે અને હવે સુરતમાં માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવાનો આદેશ કરાયો છે. સુરતમાં શાળા કોલેજોમા પણ કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે મહાનગરપાલિકાએ મોડી રાત્રે શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. મહાનગરપાલિકાએ જેમાં જણાવાયું છે કે, સુરતમાં વધતા જતા કોરાના કેસના કારણે કેટલીક ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી રહી છે.

જેમાં સરકારના આદેશ પ્રમાણે આગામી 7 દિવસ માટે સુરત શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસ માટે ઓનલાઇન ચાલી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે એપેડેમીક એકટ હેઠળ પગલાં ભરવામાં આવશે. ઉલ્લેખનિય છેક, સુરતમાં શાળા કોલેજમાં 31 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જેમાં લિંબાયતની શાળામાં સૌથી વધુ 19 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા પાલિકા એક્શનમાં આવી છે. સુરતના પાંડેસરા અને ઉધના વિસ્તારમાં શાકમાર્કેટ બંધ કરવામાં આવ્યું છે. સુરતમાં પ્રતિદિવસ વધતા કોરોનાના કેસોને લઈ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતના ઉધના, લીંબાયત સહિત રાંદેર ઝોનમાં પ્રતિદિવસ કોરોના કેસોની સંખ્યામાં વધારો થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.