રાજ્યમાં કોરોનાના કેસ એક હજારને પાર : ૨૬ ના મોત
ગાંધીનગર : રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૧ હજારને પાર થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૫૯૫ ટેસ્ટ કરવામાં આવતા ૧૦૬૮ દર્દીઓ કોરોના પોઝિટિવના નોંધાયા હતા. રાજ્યમાં આજે ૨૬ દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૨૨૮૩ થયો છે. રાજ્યમાં આજે ૮૭૨ દર્દીઓ સાજા થઈને ઘરે પરત આવ્યા હતા. આ સાથે કુલ ૩૮૮૩૦ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૧૨૫૧૮ દર્દીઓ એક્ટીવ છે. ૮૩ દર્દીઓ વેન્ટીલેટર પર અને ૧૨૪૩૫ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો હજાર પર ગયો છે. આ કેસોમાં આજે સુરતમાં ૩૦૦ને ઉપર અને વડોદરામાં ૯૦ કેસની ઉપર કોરોનાના નોંધાયા છે. આની સાથે સાથ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કેસોનો સતત વધારો થયો છે. આરોગ્ય વિભાગે આપેલ યાદી મુજબ રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૬ દર્દીઓના મોત કોરોનાને લીધે થયા છે. જેમાં સુરત-૬ અને સુરત કોર્પોરેશનમાં-૬, અમદાવાદ કોર્પોરેશનમાં ૩, કચ્છમાં ૩, વડોદરા કોર્પોરેશનમાં ૩, ગાંધીનગર, જામનગર, મહેસાણા, રાજકોટ અને તાપીમાં ૧-૧ મોત થયા છે. અમદાવાદ શહેરમાં ૧૬૧ અને ગ્રામ્યમાં ૧૫ સાથે કુલ ૧૭૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૨૫ હજારને પાર થઈ ૨૫૧૫૦ થયો છે. જ્યારે આજે વધુ ૩ મોત સાથે મૃત્યુઆંક ૧૫૬૪ થયો છે. સુરતમાં આજે ૨૧૬ અને ગ્રામ્યમાં ૯૩ સાથે સાથે કુલ કોરોના પોઝિટિવના ૩૦૯ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતનોે આંકડો ૧૦૮૨૯ થયો છે. આજે વધુ ૧૨ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૩૨૫ થયો છે. વડોદરા કોર્પોરેશનમાં ૭૦ અને ગ્રામ્યમાં ૨૨ સાથે કુલ ૯૨ દર્દીઓ કોરોનાના નોંધાયા છે. આજે વધુ ૩ મોત સાથે વડોદરામાં કુલ મૃત્યુઆંક ૮૯ થયો છે. ગાંધીનગર શહેરમાં ૮ અને ગ્રામ્યમાં ૧૮ કેસ કોરોનાના નોંધાયા છે. વધુ ૨૬ કેસ સાથે ૧૨૦૦ કેસ કુલ કોરોનાના સંક્રમિતના થયા છે. રાજકોટ કોર્પોરેશનમાં ૪૬ અને ગ્રામ્યમાં ૧૩ સાથે ૪૯ કેસ, ભરુચમાં ૩૦, અમરેલી અને બનાસકાંઠામાં ૨૬-૨૬, સુરેન્દ્રનગરમાં ૨૫, કચ્છ અને મહેસાણામાં ૨૨-૨૨, ભાવનગર કોર્પોરેશનમાં ૨૧ અને જિલ્લામાં ૧૮, પાટણમાં ૨૦, ગીર સોમનાથ અને નવસારીમાં ૧૯-૧૯, દાહોદ અને વલસાડમાં ૧૮-૧૮ જુનાગઢ કોર્પોરેશનમાં ૧૭ અને જિલ્લામાં ૧૧, આણંદ અને તાપીમાં ૧૦-૧૦, નર્મદા અને સાબરકાંઠામાં ૯-૯, બાટોદ, ખેડા અને પંચમહાલમાં ૮-૮ અરવલ્લીમાં ૭, જામનગર કોર્પોરેશનમાં ૭ અને જિલ્લામાં ૫, મોરબીમાં ૬, છોટા ઉદેપુર અને મહીસાગરમાં ૨-૨ અને પોરબંદરમાં ૧ કેસ નોંધાયો છે.