અમદાવાદમાં આજે ૨૩૪ નવા કેસ સાથે કુલ ૨૭૭૭ પોઝિટિવ કેસ નોંધાયા, આજે ૯ લોકોના મોત થતા મૃત્યુઆંક ૧૩૭ એ પહોંચ્યો
અમદાવાદ : શહેરમાં આજે ૨૩૪ નવા કેસ નોંધાયા છે. ત્યારે પોઝિટિવ કેસનો આંકડો ૨૭૭૭ એ પહોંચ્યો છે. આ ઉપરાંત આજે ૯ દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૩૭ દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત આજે ૨૨ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૨૬૩ દર્દીઓએ કોરોનાને માત આપી છે. જીફઁમાંથી એક સાથે ૧૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હોસ્પિટલના કર્મચારીઓએ તાળી પાડી સ્વાગત કર્યું હતું. સ્વસ્થ થયેલા દર્દીઓએ તેમને મળેલી સુવિધાઓ અને સારવાર અંગે વખાણ કર્યા હતા.
શહેરના ઘાટલોડિયા વિસ્તારના હીરાબાગ વિભાગ ૨માં શંકાસ્પદ કોરોનાના ૪ દર્દીને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તેઓ બે દિવસ અગાઉ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. આરોગ્યની ટીમે સોસાયટીની શેરીમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરી દીધી છે. શેરીમાં બહારના લોકોની આવન -જાવન પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આરોગ્યની ટીમ દ્વારા ઘટનાને અનુરૂપ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હીરાબાગ સોસાયટીમાં ૧ પોઝિટિવ કેસ, ઘાટલોડીયા ગામમાં ૩, ચાણક્યપુરી સેક્ટર ૩માં ૧, અપેક્ષા ફ્લેટ ૧, ભૂમિનગર ટેલિફોન એક્સચેન્જની સામે ઔષધ ગાર્ડનના ગેટમેનનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ ઉપરાંત સંજય નગર પાસે પણ ૧ કેસ આવતા પતરાં લગાવવાની કામગીરી ચાલુ છે.