ગુજરાત રાજ્યમાં કુલ ૩૭૭૭ પોઝિટિવ દર્દી, ૧૮૧ના મોત, ૪૩૪ દર્દી સાજા થયા

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : ગુજરાતમાં લૉકડાઉન-૨ દરમિયાન કેસની સંખ્યામાં ૫૦૦ ટકાનો વધારો નોંધાયો છે. રાજકોટના જંગલેશ્વરમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૩૭૭૪ દર્દી નોંધાયા છે અને ૪૩૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે.જ્યારે મૃત્યુઆંક ૧૮૧એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાની બે મહિલા દર્દીએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે.

અત્યાર સુધીમાં ૫૬૧૦૧ના ટેસ્ટ કર્યાં, ૩૪ દર્દી વેન્ટીલેટર પર  રાજ્યમાં ગઇકાલે જે ૧૯ દર્દીના મોત નોંધાયા છે એ તમામ મોત અમદાવાદમાં જ થયા છે. ૧૯ મોતમાંથી ૪ દર્દીના પ્રાથમિક રીતે કોરોનાથી જ્યારે ૧૫ દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણે મોત થયા છે. તેમજ ૨૮ એપ્રિલે વધુ ૪૦ દર્દી સાજા થયા છે. કુલ ૩૭૭૪ દર્દીમાંથી ૩૪ વેન્ટીલેટર પર અને ૩૧૨૫ની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૬૧૦૧ના ટેસ્ટ કર્યાં, ૩૭૭૪ પોઝિટિવ અને ૫૨૩૨૭ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી કોરોનાની સ્થિતિ, તેના નિવારણ પગલાં અને લોકડાઉન નિયમોના પાલનની સ્થિતિની સમીક્ષા માટે ગુજરાત આવેલી કેન્દ્રીય ટીમે તેનો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલમાં રાજ્ય સરકાર દ્વારા સુરત અને અમદાવાદમાં લીધેલા ત્વરિત પગલાં અને આધુનિક ટેકનલોજીના ઉપયોગથી સંક્રમિતોને શોધવાની પહેલની પ્રશંસા કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.