પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૧માં દિવસે પણ વધારો.
આજે પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર ૫૫ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૬૯ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં નરમાઇ છતાં, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો યથાવત છે. આજે ફરી બંને ઇંધણનાં ભાવ વધ્યા છે. છેલ્લા ૧૧ દિવસમાં પેટ્રોલ ૬.૦૦ રૂપિયા પ્રતિ લિટર મોંદ્યુ થઈ ગયું છે, ત્યારે ડીઝલની કિંમતમાં પણ પ્રતિ લિટર ૬.૪૦ રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં રોજનો વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત ૧૧ મા દિવસે વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર ૫૫ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૬૯ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવોની રજૂઆત પછી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૭૭.૨૮ રૂપિયા અને ડીઝલનો ભાવ ૭૫.૭૯ રૂપિયા પ્રતિ લિટર કરાયો છે. મંગળવારે પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર ૪૭ પૈસા અને ડીઝલના ભાવમાં ૫૭ પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે.