ડીસાઃ કોન્સ્ટેબલે ચોરીનો ખોટો આરોપ મુકી લાંચ માંગી, ૫ હજાર લેતા ઝબ્બે

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠામાં ફરી એકવાર સફળ એસીબી કરવામાં આવી છે. ડીસા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ રૂ.૫,૦૦૦ની લાંચ લેતાં રંગેહાથે ઝડપાઇ ગયો હોવાનું સામે આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. ફરીયાદીએ જૂનામાં મોબાઇલ ખરીદતાં તે મોબાઇલ ચોરીનો હોવાનું કહી કોન્સ્ટેબલે ગુનામાં ફીટ થઇ જશો તેમ કહી લાંચ માંગી હતી. જોકે અરજદાર લાંચ આપવા ઇચ્છુક ન હોઇ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને લઇ એસીબીએ છટકું ગોઠવી કર્મચારીને ડીસાની દિપક હોટલ પાસેથી રંગેહાથે ઝડપી પાડ્યો છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા ઉત્તર પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતાં ઝડપાયો છે. ડીસામાં ફરીયાદીએ જૂનામાં મોબાઇલ ખરીદી કર્યા બાદ ડીસા ઉત્તર પોલીસ મથકના પ્રેમજી ચૌધરી નામના પોલીસ કોન્સ્ટેબલ (અનાર્મ લોકરક્ષક બ.નં.૧૭૭૩) તે મોબાઇલ ચોરીનો હોવાનું જણાવ્યુ હતુ. આ સાથે ચોરીના ગુનામાં ફીટ થઇ જશો તેવી વાત કરી અરજી ઉપરથી ગુનો દાખલ ના થાય તે માટે ફરીયાદી પાસે લાંચ સ્વરૂપે રૂ.૫,૦૦૦ની માંગ કરી હતી.

બનાસકાંઠામાં છેલ્લા એકાદ મહિનામાં બે પોલીસકર્મીઓ એસીબીના છટકામાં ઝડપાયા છે. જેમાં અગાઉ આગથળા પોલીસ મથકના પીએસઆઇ ગૌસ્વામી બાદ આજે ડીસા ઉત્તર પોલીસ મથકના કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. પાટણ એસીબીના પીઆઇ જે.પી.સોલંકીની ટીમે ડીસા દિપક હોટલ પાસે છટકું ગોઠવી રૂ.૫,૦૦૦ની લાંચ લેતાં કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે. આભાર – નિહારીકા રવિયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.