કોંગ્રેસ અને મમતા બેનર્જીના આકરા પ્રહાર, PM મોદીએ વોટિંગ વખતે એવું કર્યુ કે દિલ્હીમાં બબાલ મચી ગઈ,
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને છેલ્લા તબક્કાના મતદાન દરમ્યાન હવે વડાપ્રધાનના મતદાનને લઈ આક્ષેપબાજી શરૂ થઈ છે. કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. વડાપ્રધાન આજે ચાલતા મતદાન કરવા નીકળ્યા હતાં અને લોકોની ભારે ભીડ જામી હતી. તેને લઈને વિરોધપક્ષના નેતાઓએ કટાક્ષની ભાષામાં નિવેદનો આપ્યાં હતાં.
વડાપ્રધાન અને તેમની પાર્ટી VVIP છે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે,હું G20ની બેઠકમાં સામેલ થવા માટે દિલ્હી આવી છું. તેમણે ગુજરાતમાં મતદાનને લઈને કહ્યું હતું કે, મતદાનના દિવસે રોડ શોની પરવાનગી નથી હોતી. પરંતુ વડાપ્રધાન અને તેમની પાર્ટી VVIP છે, તે કંઈ પણ કરી શકે છે. આખતે તેમને માફ કરી દેવામાં આવશે.
કોંગ્રેસે ચૂંટણીપંચમાં અપીલ કરવા કહ્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ પણ જણાવ્યું હતું કે, મતદાનના દિવસે વડાપ્રધાને અઢી કલાકનો રોડ શો કર્યો હતો. અમે તેમની સામે ચૂંટણીપંચમાં અપીલ કરીશું. એવું લાગે છે કે ચૂંટણીપંચ સ્વેચ્છાએ દબાણ હેઠળ છે. તેમણે એવું પણ કહ્યું હતું કે અમારા દાંતાના ઉમેદવારે હૂમલો થતાં ચૂંટણી પંચ પાસે રક્ષણ માંગ્યું હતું પરંતુ ચૂંટણી પંચે તેમને કોઈ જવાબ નહોતો આપ્યો.બાદમાં તેમના પર ભાજપના 24 લોકોએ હૂમલો કર્યો હતો.
પ્રચારથી લોકોની સમસ્યા હલ થતી નથી
ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રચારથી લોકોની સમસ્યા હલ થતી નથી. પ્રચારથી વધતી જતી મોંઘવારી ઓછી થઈ શકતી નથી, ન તો તે વધતી કિંમતોને રોકવામાં મદદ કરે છે, ન તો પેપર લીકનો મુદ્દો ઉકેલી શકાય છે.