સુરક્ષા અને માઇક્રો પ્લાનીંગનું કોમ્બીનેશન પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના આયોજનમાં

ગુજરાત
ગુજરાત

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે હજારો હરિભક્તો સેવામાં જોડાયા છે. તો જ્યારે શતાબ્દી મહોત્સવ શરૂ થશે ત્યારે રાઉન્ડ ધ ક્લોક હરિભક્તો વિવિધ વિભાગોમાં સેવા માટે જોડાશે. જે સાત દિવસથી માંડીને એક મહિના સુધી પ્રમુખસ્વામીનગરમાં જ રહીને સેવા આપશે. ત્યારે વિવિધ વિભાગોમાં સેવા આપતા માત્ર હરિભક્તોના નામની યાદી રાખવાને બદલે શતાબ્દી મહોત્સવમાં અનોખુ આયોજન કર્યું છે. જે માં હજારો હરિભક્તોના ઓળખપત્ર ક્યુ આર કોડ સાથે તૈયાર કર્યા છે. જેમાં હરિભક્તનું નામ, સરનામું, બ્લડ ગુ્રપની વિગતો એકત્ર કરવામાં આવી છે. જેની માહિતીના એકત્ર કરવાની સાથે આઇ કાર્ડ પર ફોટો , વિભાગ, જેવી માહિતી મુકવામાં આવી છે. સાથેસાથે ક્યુ આર કોડ સ્કેન કરવાથી તેની બધી જ વિગતો મળી જાય છે. સામાન્ય રીતે આ પ્રકારના ઓળખપત્ર બનાવવા પાછળનો હેતુ સુરક્ષા અને સલામતી સાથે માઇક્રો પ્લાનીંગનો છે. આ પ્રકારના ઓળખપત્ર ખાસ વિભાગ દ્વારા ઇસ્યુ કરાયા છે. ખાસ કરીને પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં મહિનાઓ પહેલાથી તૈયારીઓ શરૂ થઇ છે અને જ્યારે મહોત્સવ શરૂ થશે ત્યારે લાખો મુલાકાતીઓ આવશે. જેથી ખાસ પ્રકારનું આયોજન કરાયું છે. જે માટે વિશેષ સોફ્ટવેર પણ તૈયાર કરાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.