રાજ્યનાં અનેક વિસ્તારોમાં કરાઈ ઠંડીની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં આજે ઠંડી અનુભવાશે. ગાંધીનગર, ડાંગ, સાબરકાંઠા સહિતના જિલ્લામાં તાપમાન 30 ડિગ્રી રહે તેવી શક્યતા છે. જ્યારે પોરબંદર, ખેડા, અમદાવાદ, જૂનાગઢ અને આણંદ સહિતના જિલ્લામાં તાપમાન 31 ડિગ્રી રહેશે. મોરબી, મહિસાગર, અરવલ્લી, અમરેલી, બનાસકાંઠા, રાજકોટ, તાપી સહિતના જિલ્લામાં તાપમાન 29 ડિગ્રી રહી શકે છે. સુરત, દાહોદમાં 27 ડિગ્રી રહી શકે છે.
અમદાવાદ, હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ ગુજરાતના વાતાવરણ અંગે પાંચ દિવસની આગાહી કરતા જણાવ્યુ છે કે, ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. હાલ ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઇ શક્યતા નથી. આ સાથે તેમણે તાપમાન અંગે જણાવ્યુ કે, રાજ્યના તાપમાનમાં ત્રણેક દિવસ સુધી કોઇ ફેરફાર થાય તેવી સંભાવના દેખાઇ નથી રહી. પરંતુ ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થાય તેવું અનુમાન કરવામાં આવ્યુ છે. બેથી ત્રણ દિવસમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન વધારે ઘટવાની શક્યતા નથી.