CM રૂપાણીનો નલિયામાં હુંકાર, ‘કોરોના વખતે કોંગ્રેસ જયપુરમાં દારૂ પીને સ્વીમિંગ પુલમાં ધુબાકા મારતા’.

ગુજરાત
ગુજરાત

આજથી રાજ્યના સીએમ વિજય રૂપાણીએ પેટાચૂંટણી નાટે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. આજે અબડાસા ના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ માટે તેઓએ કચ્છના નલિયામાં જાહેર સભા કરી હતી. કોરોના કાળમાં જાહેર સભા હોવાથી તેમણે કોરોના ગાઈડલાઈ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસવા મટે ખુરશીઓ વચ્ચે અંતર રાખીને બેઠક વ્યવસ્થા કરાઈ હતી. કચ્છમાં વિજય રૂપાણીએ કચ્છી અંદાજમાં લોકો પાસેથી મત માંગ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અબડાસાના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ પહેલા ભાજપમાં જ હતા અને હવે ઘરે પાછા આવ્યા છે. કોંગ્રેસવાળા પક્ષપલટાની વાતો કરે છે. જ્યારે પ્રદ્યુમનસિંહ કોંગ્રેસમાં ગયા ત્યારે પક્ષ પલટો નહોતો? ગુજરાતમાંથી ભય, ભૂખ, ભ્રષ્ટાચાર તો દૂર થયો છે. હવે કોરોનાનો ભય અને રોગ દૂર થાય તેવી માં આશાપુરાને પ્રાર્થના. નલિયાની સભામાં CM રૂપાણીએ કોંગ્રેસ પર આકરા શબ્દો વડે પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોરોના કાળ વખતે કોંગ્રેસ જયપુરમાં હતી અને તેમના ધારાસભ્યો દારૂ પીને સ્વીમિંગ પુલમાં ધુબાકા મારતા હતા. એટલું જ નહીં, બનાસકાંઠામાં જ્યારે પુર આવ્યું ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરમાં ગયા હતા. કોંગ્રેસ ખેડૂત વિરોધી છે. કોંગ્રેસે હંમેશા મુસ્લિમને પછાત રાખ્યા છે. તેઓએ બસ ખાલી મુસ્લિમોને વોટ બેંક સમજી છે. અબડાસા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચારમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોગ્રેસ હવે સમાપ્ત થવી જોઇએ. હાલ તેઓ જ્ઞાતીવાદના આધારે ચાલી રહ્યા છે. સરકાર સામે બોલવાનો કોંગ્રેસને કોઈ હક્ક નથી. તેમણે ઉમર્યું હતું કે, 3 તારીખે મત આપો, ભાજપને પછી વિકાસની ચિંતા ન કરતા. ભાજપ ગરીબોની પાર્ટી છે, અને અમે હંમેશાં ગરીબોને મદદ કરવા તત્પર રહીએ છીએ. મારે બસ કોંગ્રેસને એક સવાલ પુછવાનો છે કે કોંગ્રેસ કોરોનામાં જયપુરમાં શુ કરવા ગઇ હતી. દારૂ પીને સ્વીમીંગ પુલમા હતી. મહારાષ્ટ્ર સરકારના સમયમા 40,000 લોકો કોરોનાથી મોત થયા, હવે કોગ્રેસ જવાબ આપે. કોગ્રેસ દેખાડે તેમની સરકારે ક્યા ફી માફી જાહેરાત કરી હોય. ગુજરાત સરકારે પ્રથમ વાર જાહેર કર્યુ છે. 7 વર્ષ સુધી કોંગ્રેસે નર્મદાનુ કામ ટલ્લે ચડાવ્યુ પરંતુ આપણા લોકલાડીલા વડાપ્રધાને કામ શરૂ કરાવ્યુ. ખેડુતો તમારા સમયમા આપધાત કરતા હતા, કોંગ્રેસ ખેડુત વિરોધી છે. કોંગ્રેસને 8 બેઠકો પર વિજય અપાવી કબરમા દાટી દેવાનો છે. કોંગ્રેસે હંમેશા મુસ્લિમને પછાત રાખ્યા છે. મુસ્લિમ કોગ્રેસ સાથે નથી તેનુ ઉદાહરણ કચ્છ પુરૂ પાડે છે. અબડાસાના મુસ્લિમ ભાજપને મત આપી સાબિત કરો. સભામાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, કોંગ્રસશાસિત એક રાજ્ય બતાવો જ્યાં કોરોનામાં 25 ટકા ફી માફીની રાહત વાલીઓને મળી હોય. કોંગ્રેસ ખોટી કાગારોળ મચાવે છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતો માટે ક્યા સારા કામ થયા એ બતાવો તો ખરા. રૂપાણીએ ઉમેર્યું હતું કે, કચ્છમાં દુષ્કાળ ભૂતકાળ બને તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ. મુસ્લિમ ભાઈઓને પણ અપીલ છે કે, કોંગ્રેસને જવાબ આપે. કોંગ્રેસે મુસ્લિમ સમાજને ફક્ત મતબેંક સમજી છે. મુસ્લિમો ગરીબ રહે તેવા જ કામ કર્યા છે. આ વખતે અબડાસાના મુસ્લિમો ભાજપને મત આપીને આખા રાજ્યના મુસ્લિમ સમુદાયને મેસેજ આપે. મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ પ્રમુખ અને નેતા વિપક્ષ પર પણ નિશાન સાધ્યુ હતું. તેઓએ કહ્યું કે, વિપક્ષ નેતા કહે છે ગાંડો ચાલશે પણ ગદ્દાર નહિ. એટલે શું એ બધા ગાંડાને ટિકિટ આપે છે. લોકોને પણ ખબર પડી ગઈ છે કોંગ્રેસની નેતાગીરી ગાંડી થઈ ગઈ છે. અમે તમામ 8 બેઠકો જીતીશું. છેલ્લા 3 વર્ષમાં કોંગ્રેસના 15 ધારાસભ્યોએ પક્ષ છોડ્યો છે. એટલે કે તેમના પ્રમુખ પોતાના ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળ ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.