સીએમ ભુપેન્દ્ર પટેલે ચાખ્યો આદિવાસી ભોજનનો સ્વાદ

ગુજરાત
ગુજરાત

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનના શુભારંભ અવસરે તાપી જિલ્લાની મુલાકાત દરમ્યાન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનગઢ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સાથે મુલાકાત કરી હતી અને તેમના ઘરે શ્રીઅન્નથી બનેલું ભોજન ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ PMAYના લાભાર્થી અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરી આવાસ તેમજ સુવિધાઓને લગતી વિગતો પણ મેળવી હતી.

મુખ્યમંત્રી ગ્રહણ કર્યું આ ભોજન 

મુખ્યમંત્રીએ આ ભોજનમાં નાગલીનો રોટલો, ચોખાના બાફેલા રોટલા, જુવારનો રોટલો, દેશી કંકોડાનું શાક, દેશી તુવેરની દાળ, અડદની છોડાવાળી દાળ અને તાપી જિલ્લાના પ્રખ્યાત દેશી લાલ ચોખાનો ભાત, નાગલીનાં પાપડ, છાશ અને શેકેલા લીલા મરચાં આરોગ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.