CM ભૂપેન્દ્ર પટેલ અયોધ્યામાં રામલલ્લાનાં દર્શનાર્થે પહોંચ્યાં
જાપાન અને સિંગાપોરના પ્રવાસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે આયોધ્યાં પહોંચ્યા હતાં. ત્યાં રામજન્મભૂમિ નિર્માણકાર્ય અંગેની માહિતી મેળવ્યાં બાદ મુખ્યમંત્રીએ અયોધ્યામાં વિશાળ યાત્રાળુ ભવનનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.
મળતી માહિતી અનુસાર મુખ્યંત્રીએ રામલલ્લાના દર્શન કર્યા બાદ ગુજરાત સરકારનાં પ્રવાસન વિભાગ દ્વારા પસંદ કરાયેલ છ હજાર ચોરસ મીટરથી પણ વધારે ક્ષેત્રફળનાં પ્લોટની મુલાકાત લીધી હતી. રામ મંદિરથી 10 મિનિટના અંતરે યાત્રાળુ ભવનનું નિર્માણ કરવાનું છે. આ પ્લોટની મુલાકાત દરમિયાન યાત્રાળુ ભવનનાં નિર્માણ અંગે મુખ્યમંત્રીએ સ્થાનિક અધિકારી અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. શ્રી રામ મંદિર સુધી પહોંચવા માટે અનેક કોરીડોરનું નિર્માણ થવાનું છે. આ કોરિડોરથી યાત્રી ભવનનું અંતર સાતથી દસ મિનિટનું છે.