CM રૂપાણીએ કરાવ્યો ફ્લાવર શોનો પ્રારંભ, જાણો શનિ-રવિમાં ટિકિટનો ભાવ કેટલો છે
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈવેન્ટ સેન્ટર પર ૮મા ફ્લાવર શોનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે આ ફ્લાવર શો ૨૦૨૦નું ઉદ્ધાટન થયા બાદ શહેરના આકર્ષણ સમા શોને જોવા માટે લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. આ વર્ષે આયોજીત થનારા ફલાવર શોની વિશેષતાઓની વાત કરીએ તો, આ વર્ષે ગાંધીજીના જીવન ચરિત્ર પર આ વખતનો ફ્લાવર શો આયોજીત કરવામાં આવ્યો છે.
આ ફ્લાવર શોમાં દેશ-વિદેશના ૧૦ લાખ જેટલા રંગબેરંગી ફુલોની વેરાઈટી રાખવામાં આવી છે. આ પ્રસંગે અમદાવાદના મેયર બિજલબહેન પટેલ સહિત કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. સીએમ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, ફ્લાવર શોમાં અલગ-અલગ થીમ તૈયાર કરવામાં આવી છે. જેમા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી, સ્વચ્છતા, પર્યાવરણનો કોન્સેપ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ફ્લાવર શોમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી, મચ્છર, ફાયરબ્રિગેડ વગેરે જેવી થીમ રાખવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈચ્છે છે કે, ફ્લાવર શો જોઈને હેરીજનો સ્વચ્છતા, પર્યાવરણ, ગ્રીન એન્ડ ક્લિનનો કોન્સેપ્ટ અપનાવે છે અને શહેર કલરફુલ બનાવે.