સુરતમાં સિટી બસનો આતંક : યમરાજની જેમ ગાડી દોડવતા ડ્રાઈવરે પિતા-પુત્રને અડફેટે લીધા
સુરતમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત બ્લ્યુ સીટી બસની અડફેટે પરિવારના આશાસ્પદ ધોરણ -11 ના વિધાર્થીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. વિધાર્થના મોતના પગલે સ્થળ પર એકઠા થયેલા લોકટોળાએ તાત્કાલિક આ બસ ચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. જ્યાં મૃતક વિધાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે. મૃતક વિધાર્થીના પરિવારે બસ ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.
સુરતના બમરોલી વિસ્તારમાં આ ઘટના બની હતી.120 ફૂટ રોડ પર સિટી બસે બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં માસુમ પુત્રનું મોત નિપજ્યુ છે. બાઈક સવાર પિતા પુત્રને અડફેટે લેતા માસુમ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વહેલી સવારે 6:30 કલાકે બનેલી અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. દીકરાને શાળા છોડવા જતી વેળાએ બ્લ્યુ બસના ચાલકે બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે ચઢાવ્યા હતા. પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી છે.