છોટા ઉદેપુર મિનરલ્સ ઉદ્યોગ અને માઇન્સ ઉદ્યોગ વચ્ચેની મડાગાંઠ ઊભી થતાં અચોક્કસ મુદ્દતની હડતાળ

ગુજરાત
ગુજરાત

છોટાઉદેપુર પંથકના ડોલોમાઇટ કારખાનાઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. જેને લઇને હજારો લોકોને રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે.છોટા ઉદેપુર પંથકની જીવાદોરી ગણાતો ડોલોમાઈટ ઉદ્યોગ હાલ ભારે હાલાકી ભોગવી રહ્યો છે. ડોલોમાઈટ માઈન્સ ઓનર્સ એસોસિયેશન દ્વારા સરકારની જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમનો વિરોધ કરવા તા.1 ડિસેમ્બરથી હડતાળ ઉપર છે. જેથી પંથકમાં આવેલી ડૉલોમાઈટ ફેકટરીઓને કાચા માલની ભારે અછત ઉભી થઈ છે. માઇન્સ ઓનર્સ દ્વારા 100 રૂપિયા જેટલો ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો હતો, પરતું ડોલોમાઈટ કારખાનેદારોને આ ભાવ વધારો ન પોષાતો હોય મિનરલ મર્ચંટ એસોસિયેશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું.


જેથી પંથકમાં આવેલા 80થી 100 જેટલા કારખાનાઓ હડતાળ ઉપર ઉતરી ગયાં હતાં. કારખાનાઓ બંધ થતાં અહીં કામ કરતા 10 હજાર કરતા વધુ મજૂરો, કર્મચારીઓ હાલ તો બેરોજગાર બન્યા છે. છોટા ઉદેપુરની ડોલોમાઈટ પાવડર મોટેભાગે મોરબી, મુંબઈ રાજસ્થાન તેમજ દેશના કેટલાક રાજ્યોમાં જતો હોય છે. જેમાં મિનરલ મર્ચંટ એસોસિયેશન દ્વારા હડતાળનું શસ્ત્ર ઉઠાવી ડોલોમાઈટના કારખાના આજથી બંધ થતાં દેશના તેમાંય ખાસ કરીને મોરબી ટાઇલ્સ ઉદ્યોગ, ગ્લાસ ફેકટરી, સાબુ ઇન્ડસ્ટ્રીઝ ઉપર તેની સીધી અસર પડશે. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે માઈન્સ ઓનર્સ એસોસિયેશન સાથે વાટાઘાટો કરી ઉકેલ લાવવો જોઈએ અને ડોલોમાઇટ ઉદ્યોગને પડતી મૂશ્કેલીનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તો મિનરલ્સ અને માઈન્સ ઉદ્યોગ ફરીથી ધમધમતો થાય અને હજારો લોકોને રોજગારીનો પ્રશ્ન હલ થાય તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.