મોરબીમાંથી બાળકના મૃતદેહના ટૂકડા મળતા ચકચાર : શરીરનો અડધો ભાગ મળ્યો

ગુજરાત
ગુજરાત

મોરબીમાંથી બાળકના મૃતદેહના ટૂકડા મળ્યા છે. જેમાં નજર બાગ નજીકથી શરીરનો અડધો ભાગ મળ્યો છે. પોટલામાંથી બાળકના શરીરના ટૂકડા મળતા ચકચાર મચી છે. ત્યારે મોરબી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.મોરબીના નજર બાગ નજીક વિક્ષેપ હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં શરીરનો અડધો ભાગ મળી આવ્યો છે. મોરબી સીટીનો બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. બાળકના આંતરડા સહિતનો ભાગ એક પોટલામાંથી મળી આવ્યો છે. મૃતદેહ કોનો છે કોણ મૂકી ગયું? હત્યા છે કે અક્સ્માત તે અંગે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

બાળક ચાર વર્ષનો હતો અને તેના જન્મના એક વર્ષ બાદ તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. એક વર્ષની ઉંમરે, તેને ખબર પણ ન હતી કે તેના માતાપિતા હવે તેની સાથે રહેશે નહીં. કોર્ટમાં કેસ ચાલતો રહ્યો. ત્યાં સુધી તે તેની માતા સાથે રહ્યો. કોર્ટે આદેશ આપ્યો છે કે બાળકના પિતા અઠવાડિયામાં એક વખત તેમના પુત્રને મળી શકે છે. કદાચ આજ દિવસથી પિતા-પુત્રના આ સંબંધોથી માતાને પરેશાની થવા લાગી હતી. માતાને પુત્ર માટે જે પ્રેમ અને લાગણી હતી તે મૃત્યુ પામી. અને તે એટલી હદે ગઇ કે માતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાખી.માતાએ તેના કાળજાના ટુકડાને સરળ મૃત્યુ પણ ન આપ્યું, તેણે તેને ત્રાસ આપીને મારી નાખ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.