અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઓચિંતી મુલાકાત

ગુજરાત
ગુજરાત

વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડ્યા બાદ મુખ્યમંત્રીએ ફરી વખત શપથ લીધા. જંગી બહુમતીથી જીત મેળવ્યા બાદ ભુપેન્દ્ર પટેલે પોતાના કાર્યકાળ સંભાળ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ તરીકે જનમાનસમાં ઊભરી આવ્યા છે. મુખ્યમંત્રીએ આ મક્કમતાનો અને મૃદુતાનો આગવો પરિચય અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લઇને સૌને કરાવ્યો હતો.

ભૂપેન્દ્ર પટેલ કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ સિવાય શનિવારે બપોરે અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક-એસ.પી. ઓફિસે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારને સાથે રાખીને પહોચ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોલીસ અધિક્ષક કચેરીની કામગીરી અને ઓફિસ દફતરની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. એટલું જ નહિ, કચેરીમાં ફરજ પરના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સાથે વાતચીત-સંવાદ કરીને વિગતો જાણી હતી અને તેમની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.