રાજ્યમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે જેના અનુસાર રાજ્યમાં માવઠું પડવાની સંભાવનાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી કમોસમી વરસાદની સંભાવના વધી ગઈ છે. તેમજ કચ્છ અને જામનગરમાં વીજળીના કડકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.

કેવું રહશે તાપમાન જાણો

રાજ્યમાં અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી શકયતાઓ છે. ત્યારે વાત કરીએ  અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, ગાંધીનગર, કચ્છ,મહીસાગર,મહેસાણા,પંચમહાલ,પાટણ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.