રાજ્યનાં આ વિસ્તારોમાં આજે વરસાદ પડવાની શક્યતા, જાણો તમારા વિસ્તારનું હવામાન

ગુજરાત
ગુજરાત

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યરક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.તો આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. તેમજ આવતી કાલે પણ પવન સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિત વરસાદ રહે તેવી સંભાવના છે.

તો આ તરફ 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં બે દિવસ બાદ સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં વરસાદી માહોલ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.