રાજયમાં ફરી માવઠું પડવાની શક્યતા, 5 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં 19 નવેમ્બરે રવિવારે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારબાદ રાજયમાં ઠંડીએ જોર પકડ્યું છે. ફરી એક વાર હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 1 ડિસેમ્બરે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે 2,3,4 ડિસેમ્બરે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. આ સાથે પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.