ગુજરાતમાં ડેન્ગ્યુ સાથે ઝાડા-ઊલટી અને ટાઈફોઇડના કેસ વધ્યા

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયાં છે. કેટલીક જગ્યાએ પાણી ઓસરતા કાદવ કીચડ જોવા મળી રહ્યો છે. ત્યારે રોગચાળાની દહેશત વધી છે. અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જુલાઈ મહિનામાં શહેરમાં ડેન્ગ્યુ સાથે ઝાડા-ઊલટી અને ટાઈફોઇડના કેસ વધ્યા છે.

જુલાઈ મહિનામાં ઝાડાઊલટીના 7435 કેસ નોંધાયા: શહેરમાં છેલ્લા બે મહિનાથી દાણીલીમડા, બહેરામપુરા, અમરાઈવાડી, લાંભા, જશોદાનગર અને નારોલ જેવા વિસ્તારમાં કોલેરાના કેસ સતત મળી આવી રહ્યા છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી લઈ જુલાઈ મહિના સુધીમાં 155 જેટલા કેસ કોલેરાના નોંધાયા છે. જે વર્ષ 2023માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં માત્ર 95 કેસો હતા. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઝાડા ઉલટીના કેસો પણ છેલ્લા સાત મહિનામાં વર્ષ 2023 કરતા વધારે જોવા મળ્યા છે. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ઝાડા-ઊલટીના 7435 કેસ નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.