વાપીના ગીતાનગર પાસે કારમાંથી ગાંજા સાથે ઝડપાયેલા 97 કિલો ગાંજો ઝડપાવાનો મામલો
વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે વાપીના ગીતાનાગર પાસે આવેલી ગુજરાતી સ્કૂલ પાસે એક કારમાં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો મુંબઈ તરફથી લાવી વાપીમાં આપવા આવવાનો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વલસાડ SOGની ટીમે 10 જુલાઈ 2023ના રોજ ગીતાનગર પાસે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી હતી. જે દરમ્યાન મળેલી બાતમીના આધારે બાતમીવાળી કાર આવતે તેમાં ચેક કરતા 97 કિલો 650 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. તે કેસમાં ઝડપાયેલા આરોપીએ વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ પી પુરોહિતે આરોપીના જામીન નામંજુર કરતો હુકમ કર્યો હતો.
10મી જુલાઈ 2023ના રોજ વલસાડ SOGની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન વલસાડ SOGની ટીમને મળેલી બાતમી ના આધારે મુંબઈ તરફથી આવતી એક કાર નંબર MH-04-CV-7976માં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો ભરી કાર ચાલક વાપીના ગીતાનાગર ગુજરાતી સ્કૂલ પાસે ગાંજાનો જથ્થો સપ્લાય કરવા આવવાનો હોવાની વલસાડ SOGની ટીમને બાતમી મળી હતી. વલસાડ SOGની ટીમને મળેલી બાતમીવાળી કારની ગીતાનગર ગુજરાતી સ્કૂલ પાસે વોચ ગોઠવવી હતી. જે દરમ્યાન બાતમીવાળી કાર આવતા કારને અટકાવી ચેક કરતા કારમાંથી 97 કિલો 650 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાંજાના જથ્થા સાથે કાર ચાલક વસીમ નઝીર સૈયદને ઝડપી પાડ્યો હતો. વલસાડ SOGની ટીમે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં ઝડપાયેલા આરોપી વસીમ સૈયદે જેલમાંથી મુક્ત થવા વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કૉર્ટના જજ એમ પી પુરોહિતે આરોપીના જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.