Camel Festival : કચ્છ ખાતે ઊંટ મહોત્સવનું આયોજન, કચ્છમાંથી 350 ઊંટપાલન માલધારીઓએ લીધો ભાગ

ગુજરાત
ગુજરાત

દુનિયાભરમાં 2024નુ વર્ષ ‘આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભુજમાં માલધારી સંગઠન દ્વારા ઊંટ મહોત્સવનું આયોજન કરાયું હતું. તેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે CM એ શુભેચ્છા પાઠવતા કહ્યું કે, PM નરેન્દ્ર મોદીના નિર્દેશનમાં સરકારે કચ્છના ખારાઇ ઊંટના સંવર્ધન માટે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે જેનો આજે લોકોને લાભ મળી રહ્યો છે. આજે ઊંટડીના દૂધનો ઊંટપાલકોને સારો ભાવ મળી રહ્યો છે અને તેમની આજીવિકાનું સ્તર ઊંચુ આવ્યું છે. CM એ અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, ‘કચ્છી સંસ્કૃતિ અને ઊંટના મહત્ત્વને ઉજાગર કરતા આ આયોજન બદલ સૌને હાર્દિક અભિનંદન.

ગુજરાતના કચ્છની અંદર આજે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષની ઉજવણી કરવામાં આવી છે. જેમાં માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં અને ખાસ કરીને પશુપાલન ક્ષેત્રે સહકારી પ્રવુતિઓનું યોગદાન વધી રહ્યું છે. યુવાનો પણ આ પશુપાલન સાથે સંકળાઇ રહ્યા છે અને ખાસ કરીને આ ઊંટોની ખરીદી કરીને તેના દૂધમાંથી કમાણી કરીને પોતાનું જીવન સ્તર ઊંચું લાવી રહ્યા છે.

2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરતાં કચ્છમાં આનંદ છે. આજથી શરુ થયેલા કચ્છ ઊંટ મહોત્સવમાં પશુપાલન અને ડેરી પ્રધાન પરસોતમ રૂપાલા હાજર રહ્યાં હતાં. અહીં ઊંટ માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રા પણ યોજાઇ. કચ્છમાંથી 350 ઊંટપાલન કરતાં માલધારીઓએ આ મહોત્સવમાં ભાગ લીધો છે.

ભુજના ટીનસિટી ગ્રાઉન્ડ ખાતે ઊંટ મહોત્સવ 2024 યોજવામાં આવ્યો હતો. જેમાં માલધારી સંસ્કૃતિ પ્રદર્શન યાત્રા પણ યોજાઈ હતી. જેનો પ્રારંભ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ લીલી ઝંડી બતાવીને કર્યો હતો. રબારી અને જત, ઊંટ સાથે સંકળાયેલા સમુદાયોની જીવનશૈલી, સંસ્કૃતિ, હસ્તકળા, ગીતસંગીત, ઊંટ ઉછેર પદ્ધતિ, કેમલ મિલ્ક ડેરી, કેમલ પ્રોડક્ટ જેવી બાબતો પ્રદર્શિત કરવામાં આવી હતી. સાથે જ આ પ્રદર્શન યાત્રામાં વિવિધ ટેબ્લોને ઊંટગાડી પર તૈયાર કરીને ભુજના જાહેર માર્ગો પર આ યાત્રા નીકાળવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.