રથયાત્રામાં કોઈપણ અનિચ્છનીય બનાવના બને તે માટે પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ જવાનોની બુલેટ માર્ચ: 1858 ની સાલથી દર વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, આ રથયાત્રા દર વર્ષે અષાઢી સુદ બીજના દિવસે નીકળે છે અને તેમાં 3 રથ હોય છે જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા બિરાજમાન હોય છે અને કહેવામાં આવે છે કે દર વર્ષે ભગવાન નગરચર્ચાએ નીકળે છે અને કરોડો ભકતોને દર્શન આપે છે, આ રથયાત્રા જમાલપુર વિસ્તારમાં આવેલ વિશ્વ વિખ્યાત જગન્નાથજી મંદિરથી નીકળીને સરસપુરથી પરત નીજ મંદિરે આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરેથી 7 જુલાઈ, 2024 ને રવિવારે એટલે કે અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા ધૂમધામથી નીકળવાની છે ત્યારે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાય છે. આથી, કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા યોજાય તે માટે અમદાવાદ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને એસઓજીને પણ જવાબદારી સોંપવામાં આવી છે.

આ વર્ષની રથયાત્રાને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રથયાત્રાના રૂટ પર અમદાવાદ શહેર પોલીસ ના અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજાઈ હતી. આ બાબતે મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને એસઓજી દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ પણ કરવામાં આવી હતી. આમ રથયાત્રાના 15 કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. રતન સમયે આશરે 120 જેટલા બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવશે.

આ વર્ષે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથજી મંદિરના ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, થ્રીડી મેપિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સહિત અનેક ટેક્નોલોજીનો ચુસ્ત સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.