સુરતમાં બીઆરટીએસના કમૅચારીઓ હડતાળ પર

ગુજરાત
ગુજરાત

સુરત મહાનગર પાલિકા સંચલિત બીઆરટીએસના કમૅચારીઓ હડતાળ પર ઉતર્યા. પાલનપુર બસ ટર્મિનલ ખાતે કર્મચારીઓ પગાર મુદ્દે માંગણીને લઈને હડતાળ પર ઉતર્યા. કર્મચારીઓનો આક્ષેપ છે કે 22,500 પગાર નક્કી કરાયો હતો જેની સામે માત્ર 15,600 આપવામાં આવે છે. સુરતના પાલનપુર ટર્મિનલ બસ ડેપોમાં એકાએક જ બીઆરટીએસ ડ્રાઇવરો પગાર સહિત વિવિધ મુદ્દાઓને લઈ હડતાલળ પર ઉતર્યા છે, જેને કારણે બસો બંધ થઈ ગઈ છે અને સાથેજ ચિકમી ઉચ્ચારી છે કે જ્યા સીધી અમારી માંગણી જ્યાં સુઘી નહિ સંતોષાય ત્યાં સુઘી હડતાલ યથાવત રાખશે.

બીઆરટીએસના કર્મચારીઓનું કહેવું છે કે, તેમની કંપની દ્વારા નોકરી પર રાખતી વખતે જે પગાર કહેવામાં આવ્યો હતો તેની સામે અડધો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. પૂરો પગાર ચૂકવવામાં આવશે એવું કહેનાર કંપનીએ હવે ફેરવી તોળ્યું છે. જેથી કર્મચારીઓમાં કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓનું કેહવુ છે કે બારોબાર લાઇન્સ વગરના ડ્રાઇવરો લાવી બસો યથાવત ચાલુ રાખવામાં આવી રહી છે અને લાઇસન્સ વગર ના ડ્રાઇવરો લોકોના જીવને જોખમમાં નાખી બસો ફેરવી પણ રહ્યા છે, વધુમા જણાવ્યુ હતુ કે ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆત કરાઈ છે છતાં ઉચ્ચ અધિકારી સાથે વાટાઘાટો બાદ નિવારણ ન આવતા કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. અને જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખશે અને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.