કાંકરિયા તળાવમાં ચલાવાતી બોટીંગ અને વોટર સ્પોર્ટસ એકિટીવીટી નવો કરાર ન થાય ત્યાં સુધી બંધ

ગુજરાત
ગુજરાત

વડોદરા શહેરનાં હરણી તળાવમાં બોટિંગ દરમિયાન સર્જાયેલી કરૂણ દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી દાખલ થયેલી છે. જેમાં સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મૌખિક આદેશ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યાં પણ બોટિંગનાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે ત્યાં ત્રણ સુધારા કરાવવામાં આવે. હાઈકોર્ટના આદેશને પગલે કાંકરિયા તળાવમાં ચલાવાતી બોટીંગ અને વોટર સ્પોર્ટસ એકિટીવીટી નવો કરાર ન થાય ત્યાં સુધી બંધ કરવાનો આદેશ આપવામા આવ્યો હતો. જેને પગલે કાંકરિયામાં તમામ વોટર સ્પોર્ટસ એકટિવીટી બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે નવા કરાર થઇ જતા જ આજથી જ કાંકરીયા તળાવમાં બોટીંગ શરૂ કરવાની જાહેરાત પણ કરી દીધી છે.

વડોદરાનાં હરણી તળાવમાં થયેલી દુર્ઘટનાને પગલે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી રાજ્યનાં તમામ તળાવ-નદી વગેરે જગ્યાએ થતી બોટીંગની પ્રવૃત્તિમાં સુરક્ષાનાં નિયમો સુનિશ્ચિત કરી અધિકારીઓની જવાબદારી ફિક્સ કરી નવા કરાર કરવા મૌખિક આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં પણ સતાવાળાઓએ કોઈ પણ પ્રકારના આદેશનું પાલન કર્યા વગર કાંકરિયા તળાવમાં બોટીંગ તથા વોટર સ્પોર્ટસ એકટિવીટી ચલાવવામા આવી કોન્ટ્રાક્ટરોનાં જ હિત જોતાં મ્યુનિ.અધિકારીઓએ હાઇકોર્ટનાં મૌખિક આદેશને એક મહિના ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં નાગરિક સુરક્ષા અને તંત્રની જવાબદારીને લગતા સુધારા કરી પોલીસ કમિશનર કચેરીમાં મોકલ્યા ન હતા.જેથી ગુજરાત સરકારે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર પાઠવી બોટિંગનાં કરારોમાં સુધારા કરી મોકલી આપવા જણાવ્યું હતું અને જો કરાર ના થયા હોય તો બોટિંગ બંધ કરાવી દેવાનો આદેશ પાઠવ્યો હતો.સતાવાળાઓએ કોઈપણ પ્રકારના હાઇકોર્ટના આદેશનું પાલન કર્યું ન હતું. તંત્રની આ ઘોર બેદરકારીના અહેવાલો પ્રસિધ્ધ થયાં બાદ તાબડતોબ એએમસી અધિકારીઓએ નવા કરાર કરી શહેર પોલીસ કમિશનર કચેરીને મોકલી આપ્યા હતા. નવા કરારમાં ઉતાવળ નહિ કરનારા મ્યુનિ. અધિકારીઓએ કાંકરીયામાં બોટીંગનાં કોન્ટ્રાક્ટરોનુ હિત સાચવતાં હોય તેમ આવતીકાલથી જ બોટીંગ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી દીધી છે.જેથી હવે આજથી જ લોકો કાંકરિયા તળાવ ખાતે બોટીંગ અને વોટરએક્ટિવિટીની શહેરીજનો મજા માણી શકશે. 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.