અંધ વિશ્વાસ : કોરોનાને ભગાવવા રોજ તાપીમાં ૫૦૦ કિલો બરફ ફેંકાય છે, અત્યાર સુધી ૩૫૦૦ કિલો ફેંકાયો

ગુજરાત
ગુજરાત

કોરોનાથી આખી દુનિયા પરેશાન છે. સુરતમાં હજુ રોજ સરેરાશ ૭૦ કેસ સામે આવી રહ્યા છે અને અત્યાર સુધી ૧૦૦થી વધુ લોકો મોતને ભેટ્યાં છે. કોરોનાને કાબુમાં લેવા ડૉક્ટરો અને વિજ્ઞાનીઓ રાત દિવસ પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે આ કેટલાક લોકો કોરોનાને ભગાડવા અંધવિશ્વાસનો સહારો લઈ રહ્યા છે.

આ મહામારી અટકાવવા સુરતના એક વેપારીએ તાપી નદીને ઠંડી કરીને કોરોના ભગાડવા રોજ તેમાં ૫૦૦ કિલો બરફ નાંખવાની માનતા માની છે. તે સાત દિવસમાં સવાર સાંજ વિવેકાનંદ બ્રિજ પરથી અત્યાર સુધી ૩૫૦૦ કિલો બરફ નદીમાં ફેંકી ચૂક્યો છે. બરફ નાંખતા આ શખસને પૂછતાં તેણે કહ્યું કે, મારા સાહેબ કોરોના ભગાડવા બરફ નાંખવાની માનતા રાખી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.