ભાજપના ઉમેદવારો આવતીકાલે વિજય મુર્હુતમાં ફોર્મ ભરશે

ગુજરાત
ગુજરાત

રાજકોટ વિધાનસભાની તમામ ચાર બેઠકો માટે આવતીકાલે ભાજપના ઉમેદવાર બપોરે 12.39 કલાકે વિજય મુર્હુતમાં ઉમેદવારી નોંધાવશે.આમ ભાજપના ઉમેદવારો જાહેર થઇ જતાં શહેર ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ સર્જાઇ ગયો છે અને ભાજપના નવા કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે.ત્યારે આવતીકાલે સવારે 11 વાગ્યે બહુમાળી ભવન ખાતે જાહેરસભા બાદ તમામ ચારેય ઉમેદવારો 12.39 કલાકના વિજય મુર્હુતે ઉમેદવારી નોંધાવશે અને તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતનાં રાજકોટ શહેર ભાજપનાં તમામ અગ્રણીઓ હાજર રહેશે.આમ રાજકોટ શહેરના તમામ ત્રણ ઉમેદવારો પ્રથમવાર ધારાસભા ચૂંટણી લડી રહ્યા છે,જ્યારે રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરીયાને પક્ષે બે ટર્મ માટે ધારાસભ્ય તરીકે જવાબદારી સોંપ્યા બાદ ફરી એકવાર તેઓને રાજકોટ-71ની જવાબદારી સોંપી છે અને તેથી રાજકોટના મતવિસ્તારના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.