રાણીપ ડીમાર્ટ આરટીઓ સર્કલ વચ્ચે ડમ્પર પાછળ બાઈક અથડાતાં બાઈકચાલકનું મોત

ગુજરાત
ગુજરાત

રાણીપ ડીમાર્ટ આરટીઓ સર્કલ વચ્ચે ઉભેલા ડમ્પર પાછળ બાઈક અથડાતાં બાઈક ચાલકનું મોત થયું છે. આ ઘટનાં બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. ડમ્પરચાલકે પોતાનું ડમ્પર રસ્તામાં ઊભું રાખ્યું હતું અને પાર્કિંગ લાઇટ કે રિફ્લેકટર સ્ટીકરો પણ લગાવ્યાં ન હતા. જેથી પાછળથી આવી રહેલ બાઈક અથડાતાં વૃધ્ધનું મોત થયું છે.

ગુરુવારે રાત્રે 64 વર્ષીય મનહરલાલ બોસમીયા કામ પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રાણીપ ડીમાર્ટથી આરટીઓ સર્કલ વચ્ચે રોડની વચ્ચે એક ડમ્પર ચાલકે તેનુ ડમ્પર ઉભુ રાખ્યુ હતુ. જેથી પાછળથી આવી રહેલા મનહરલાલ ડમ્પરના પાછળના ભાગે ટકરાતા જમીન પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.