ડેડીયાપાડા MLA ને લઈને સામે આવ્યા મોટા સમાચાર, પોલીસ મથકમાં હાજર થાય તેવી સંભાવના

ગુજરાત
ગુજરાત

ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા પર પોલીસ કેસ થયો હતો. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાની બાબતમાં પોલીસ કેસ થયો હતો. પોલીસ કેસ બાદ વસાવા ચૈતર વસાવા એક મહિનાથી ફરાર હતાં. ત્યારે તેમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જાણવા મળ્યું છે કે આજે વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર રહેશે.

વનવિભાગના કર્મચારીઓએ ચૈતર વસાવા પર માર મારવાનો કેસ કર્યો હતો. જે બાદ ડેડિયાપાડાનાધારાસભ્ય ચૈતર વસાવા એક મહિનાથી ફરાર હતાં. ચૈતર વસાવાએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ હાઇકોર્ટે આ અરજી ફગાવી હતી. હવે ચૈતર વસાવા પાસે બીજો કોઈ રસ્તો ન હોવાથી તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થાય તેવી શક્યતાઓ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.