![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/ED-DA.png)
AAP વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, કેજરીવાલના અંગત સચિવ અને સાંસદ ND ગુપ્તાનાં ત્યાં દરોડા
આમ આદમી પાર્ટી (AAP)ના ઘણા નેતાઓના ઘર પર EDના દરોડા ચાલુ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ 12થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓના ઘરોમાં સાંસદ એનડી ગુપ્તા સહિત ઘણા નામ સામેલ છે જેમના ઘર પર ED દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ સિવાય EDની ટીમ સીએમ અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવના ઘરે પણ પહોંચી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના લગભગ 12 સ્થળો પર EDના દરોડા ચાલુ છે.