NCB અને ATSની મોટી કાર્યવાહી, 90 KGનાં ડ્રગ્સ સાથે પકડાયા 14 પાકિસ્તાની 

ગુજરાત
ગુજરાત

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક આશરે 90 કિલો ડ્રગ્સ સાથે એક પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

સુરક્ષા અધિકારીએ આપેલી માહિતી મુજબ, ગુપ્ત માહિતીના આધારે એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. જે બાદ હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગુજરાત ATS સાથે મળીને 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે.

માર્ચમાં પણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

આ પહેલા પણ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ, ગુજરાત ATS સાથે મળીને એક ઓપરેશનમાં, 12 માર્ચે માહિતી આપી હતી કે તેઓએ ડ્રગ્સના 60 પેકેટો વહન કરતી એક બોટ જપ્ત કરી હતી અને વહાણમાં સવાર છ પાકિસ્તાની સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી આપતાં અધિક્ષક સુનીલ જોશીએ જણાવ્યું હતું કે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) પાસે અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

માહિતી આપતા અધિકારી સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, “પોરબંદરના દરિયાકાંઠેથી લગભગ 180 નોટિકલ માઈલ દૂર ડ્રગ્સના 60 પેકેટ લઈને જતું જહાજ જપ્ત કરવામાં આવ્યું હતું. જે બાદ છ પાકિસ્તાની ક્રૂ મેમ્બર સાથેની બોટને વધુ તપાસ માટે લઈ જવામાં આવી હતી.

ફેબ્રુઆરીમાં પણ પકડાયું હતું ગ્રુપ 

એજન્સીઓ દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ અરબી સમુદ્રમાં પણ એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના દરિયાકાંઠેથી 3,300 કિલોગ્રામ નાર્કોટીક્સ, હશીશ સહિત પાંચ પાકિસ્તાની નાગરિકો ઝડપાયા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), ભારતીય નૌકાદળ અને ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં હિંદ મહાસાગરમાં દરિયાકાંઠે લગભગ 60 નોટિકલ માઇલ દૂર લગભગ 3,300 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.