જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીને 12 વર્ષ જૂના મારામારીના કેસમાં એક વર્ષની સજા, 5 હજારનો દંડ

ગુજરાત
ગુજરાત

જૂનાગઢના કોંગી ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેમના ત્રણ પુત્રોને બાર વર્ષ જુના અમરાપુર ગામે થયેલ મારામારીના કેસમાં મેંદરડા કોર્ટે એક વર્ષની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. જો કે, ઉપલી કોર્ટમાં જવા માટે હાલ ઘારાસભ્‍ય સહિત તમામ જામીન ઉપર મુકત થયાનું જાણવા મળેલ છે.

કેસની પ્રાપ્‍ત વિગતોનુસાર બાર વર્ષ પૂર્વે વર્ષ 2008 માં ગ્રામ પંચાયતની ચુંટણીમાં થયેલ રૂ.15 હજારના ખર્ચના મનદુ:ખ બાબતે મેંદરડા તાલુકાના અમરાપુર (કાઠી)ના મુગરભાઇ મમદભાઇ જુણેજાના ઘરે જઇ ઘારાસભ્‍ય ભીખાભાઇ જોશીએ ભુંડી ગાળો કાઢી હતી. ચુંટણીમાં જે ખર્ચ થયેલ તે તારે આપવો પડશે તેમ કહેતા મુગરભાઇએ કોઇ ખર્ચ આપવાનો થતો નથી, તેમ કહેતા ભીખાભાઇએ ‘તું કેમ પૈસા આપતો નથી’ તેમ કહી જતા રહયા હતા. ત્‍યારબાદ થોડીવાર પછી પરત આવી ભીખાભાઇએ તલવારથી હુમલો કરી ઇજા પહોચાડી હતી.

ત્‍યારબાદ ભીખાભાઇના પુત્રો ભરત, મનોજ અને જેન્‍તીએ માર મારી ઇજાઓ પહોચાડી હતી. આ સમયે ગ્રામજનો ભેગા થઇ જતા છોડવેલ હતા. ત્‍યારે જતા જતા ભીખાભાઇ અને તેમના પુત્રોએ ગામ મુકીને જતા રહેજો નહીં તો તમોને પતાવી નાંખીશું તેવી ઘમકી પણ આપી હતી. આ મારામારીની ઘટના અંગે મુગરભાઇ મમદભાઇ જુણેજાએ ભીખાભાઇ જોષી અને તેમના ત્રણેય પુત્રો સામે મેંદરડા પોલીસમાં જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ત્‍યારબાદ આ કેસ મેંદરડાની કોર્ટમાં ફોજદારી કેસ નં.150-2010 થી રજીસ્‍ટર નોંઘાયા બાદ આગળ ચાલેલ હતો. જેમાં ફરીયાદ પક્ષે એજીપી ડી.સી.ઠાકરે સાહેદો અને પુરાવાઓ રજુ કરી દલીલો કરી હતી. દલીલ કરતા જણાવેલ કે, આરોપીઓ વિરૂઘ્‍ઘ રેકર્ડ પર જે પુરાવાઓ રજુ કરાયેલ છે તે તમામને ઘ્‍યાને લઇ નામદાર કોર્ટ આરોપીઓને તકસીરવાન ઠરાવેલ છે. આરોપીઓ તમામ ભણેલ ગણેલ વ્‍યકિતઓ છે અને કાયદાનું જ્ઞાન ઘરાવતી વ્‍યકિતઓ છે તેઓ જ આવા પ્રકારનો ગુનો આચરે તો તેની સમાજમાં વિપરીત અસર પડે તેમ છે.

જેથી આરોપીઓને મહતમ સજા કરી ફરીયાદીને વળતર આપવા દલીલો કરી હતી. જયારે આરોપીઓના વકીલે દલીલોમાં જણાવેલ કે, આરોપી પૈકીના એક ઘારાસભ્‍ય છે. તેઓની રાજકીય કારકિર્દી ખતમ કરવા કિન્‍નાખોરીથી ફરીયાદ કરવામાં આવેલ છે.આરોપીઓ અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલા નથી અને કોઇ ગુનાહિત ઇતિહાસ પણ ઘરાવતા નથી. તેઓના કુંટુંબની જવાબદારી પણ તેઓના પર છે તે સંજોગોમાં આરોપીઓ પર રહેમ રાખવા વિનંતી કરી હતી.

દલીલોના અંતે કોર્ટે ધારાસભ્ય ભીખાભાઇ જોશી તેમના પુત્રો ભરત જોશી, મનોજ જોશી અને જેન્તી જોશીને દોષી માની એક વર્ષની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકારતો હુકમ આપ્‍યો હતો. હાલ આરોપીઓને ઉપલી કોર્ટમાં જવા માટે જામીન પર મુકત કરેલ હોવાનું જાણવા મળેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.