ભાવનગર : મહુવા પંથકમાં ફાયર ફાઇટરથી આખી રાત દવાનો છંટકાવ કરી મોટાભાગનાં તીડનો નાશ કર્યો
મહુવા પંથકનાં દોઢ કિલોમીટરના વિસ્તારમાં તીડના ઝુંડને કાબુમાં લેવા માટે ખેતીવાડીની ટીમે રાત્રીના સમયે ઓપરેશન હાથ ધરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. મહુવા તાલુકાના કસાણવાળા રોડ ઉપર નાના મોટા માલપરા ગામની વાડીઓમાં અંદાજિત એક દોઢ કિલોમીટરની રેન્જમાં તીડના ઝુંડ આવેલા છે. જેના પર કાબૂ મેળવવા માટે મહુવા નગરપાલિકાનું ફાયર ફાઈટર મંગાવી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ખેતીવાડી ટીમ દ્વારા આખી રાત દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને મોટાભાગના તીડનો નાશ કરવામાં આવ્યો હતો.