વડોદરામાં વધુ ૨ દર્દીના મોત, ભરૂચમાં નવા ૯ પોઝિટિવ, સ્વામિનારાયણ મંદિરમાં કેસ આવતા મંદિર બંધ કરાયું
વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ ૨ દર્દીના મૃત્યુ થયા છે. જેમાં વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય મહિલાનું મોત થયું છે, જ્યારે હાલોલની ૬૨ વર્ષીય મહિલાનું મોત થયું છે.
ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઈરસના વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસની કુલ સંખ્યા ૭૭૪ ઉપર પહોંચી ગઇ છે. બીજી તરફ ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા મંદિરને ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે અને ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા અને શહેર જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક ૪ હજાર પાર થઇને ૪૦૧૦ ઉપર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૩૧૮૮ દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ ૭૫૦ એક્ટિવ કેસ છે, જે પૈકી ૧૩૨ ઓક્સિજન ઉપર અને ૩૯ વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને ૫૭૯ દર્દીની હાલત સ્થિર છે અને સત્તાવાર મૃત્યુઆંક ૭૦ થયો છે.
શહેરઃ તાંદલજા, ગોરવા, કલાલી, વાસણા, ગાજરાવાડી, નાગરવાડા, વાઘોડિયા રોડ, છાણી, ન્યુ સમા રોડ, નવાયાર્ડ, ફતેપુરા, મદનઝાંપા રોડ, તરસાલી, રાવપુરા, નિઝામપુરા, વાસણા-તાંદલજા રોડ, ફતેગંજ, દંતેશ્વર, ગોરવા, પ્રતાપનગર, આજવા રોડ, સોમા તળાવ, માંજલપુર, વારસીયા રિંગ રોડ, અલકાપુરી, સેવાસી કેનાલ, અકોટા, હરણી રોડ
ગ્રામ્યઃ કરજણ, પાદરા, કણજટ, પોર, ભાયલી, ઉંડેરા, બીલ, ડભોઇ