રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર રાજીનામું આપે તે પહેલાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે તેમણે ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા

ગુજરાત
ગુજરાત

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો ગુજરાતમાં ૭મી માર્ચે પ્રવેશ થવાનો છે અને તે માટે કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગુજરાતના ૭ જિલ્લામાંથી આ યાત્રા પસાર થશે અને ૧૦મી માર્ચે તાપીમાં કાર્યક્રમ બાદ નવાપુરાથી મહારાષ્ટ્રમાં યાત્રા પ્રવેશ કરશે. રાહુલ ગાંધીની યાત્રાને લઈ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પણ પાછલા બારણે એક પછી એક વિકેટો પડી રહી છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર રાજીનામું આપે તે પહેલાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે તેમણે ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. આજે અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને પાટિલ સાથે બેઠક યોજાઈ હતી.

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટિલ અગાઉ તેમના કાર્યક્રમમાં કોંગ્રેસના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર વિશે કહી ચૂક્યા છે કે, તેમના માટે મેં બસમાં રૂમાલ મૂકીને જગ્યા રાખી છે અને ગમે ત્યારે હું તેમણે ભાજપમાં લઈ જવાનો છું. જોકે, જે તે સમયે ડેરે આ નિવેદન મામલે અંતર રાખ્યું હતું પણ છેલ્લા કેટલાક દિવસોથી હવે રાજકીય સિનારિયો બદલાઈ રહ્યો છે. અમરીશ ડેરે હવે ભાજપમાં જોડાવવાનું મન બનાવી લીધુ. છે અને આજે અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલ સાથે મુલાકાત થઈ હતી. જોકે, આ પહેલાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમરીશ ડેરને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. આમ, ડેર રાજીનામું આપે તે પહેલા તેમણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે કાલે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.