બનાસકાંઠા એ.સી.બી.પી.આઇ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત

ગુજરાત
ગુજરાત

બનાસકાંઠા ACB પીઆઇ એન.એ.ચૌધરી ની પ્રસંસનીય કામગીરી ને લઈને ગુજરાતના ડીજીપી દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.સમગ્ર વર્ષ દરમિયાન સારી કામગીરીને લઈને પોલીસ કર્મચારી ઓને સન્માનિત કરવામાં આવતા હોય છે. ત્યારે વર્ષ 2023 માં પ્રશંસનીય કામગીરી કરનાર ગુજરાતના બે એડિશનલ ડીજી સહિત 110 પોલીસ અધિકારીઓ ને સારી કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. ત્યારે બનાસકાંઠામાં થી  એ.સી.બી પી.આઇ એન.એ ચૌધરી ની પ્રસંસનીય કામગીરીને લઈને ગુજરાતના ડીજીપી દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

સમગ્ર ગુજરાતમાંથી  પ્રશંસનીય કામગીરી કરનાર 110 જેટલા પોલીસ અધિકારીઓ ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં બનાસકાંઠામાં લાંચ રૂશ્વત ને અટકાવવામાં સફળ કામગીરી કરનાર બનાસકાંઠા એ.સી.બી પી આઇ એન.એ.ચૌધરીને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. બનાસકાંઠા એસીબીમાં ફરજ બતાવતા પી.આઈ  એન. એ. ચૌધરી ને પ્રશંસનીય કામગીરી બદલ ગુજરાતના ડીજીપી દ્વારા ડિસ્ક અને પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવતા એસીબીમાં કામ કરતાં સહ કર્મચારીઓ અને પોલીસ બેડામાં ખુશીની લાગણી ફેલાઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.