રખેવાળના અહેવાલને સમર્થન, બનાસડેરીની ચૂંટણી બિનહરીફ થવા તરફ : ૧૬ માંથી ૯ ડીરેકટરો બિનહરીફ થશે

ગુજરાત
ગુજરાત

એશિયા નંબર ૧ અને જિલ્લાની જીવાદોરી બનાસડેરીની ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીના પેનલના નવ જેટલા ડીરેકટરોના મત વિસ્તારમાં માત્ર એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા આ નવ બેઠકો નિશ્ચિત રીતે બિનહરીફ થશે. રખેવાળની આજના દિવસના અહેવાલોને સમર્થન મળતાં જિલ્લાના બાકીના તાલુકાઓમાં પણ હજુ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસો સુધી વધુ ઉમેદવારો બિનહરીફ થશે.

 

બિનહરીફ થનાર ઉમેદવારોની યાદી
૧. રાધનપુર : શંકરભાઈ લગધીરભાઈ ચૌધરી
ર. ધાનેરા : જોઈતાભાઈ કસનાભાઈ પટેલ
૩. દાંતીવાડા : પરથીભાઈ જેઠાભાઈ ચૌધરી
૪. દાંતા : દિલીપસિંહ અનારસિંહ બારડ
પ. સુઈગામ : મુળજીભાઈ નારણભાઈ પટેલ
૬. વાવ : રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરી
૭. અમીરગઢ : ભાવાભાઈ વજાજી રબારી
૮. સાંતલપુર : દેહીબેન રાધાભાઈ આયર
૯. લાખણી : ધુડાભાઈ ઉદાભાઈ પટેલ

તેમજ કાંકરેજ, દિયોદર બેઠકો પણ બિનહરીફ થવાની પુરી શકયતાઓ છે. જયારે ડીસા, થરાદ, ભાભર, વડગામ અને પાલનપુરમાં સહકારી આગેવાનો ચૂંટણી બિનહરીફ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.