બનાસ ડેરી ચૂંટણી : પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નહીં

ગુજરાત
ગુજરાત

રખેવાળ ન્યુઝ પાલનપુર : એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચુંટણીનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. બનાસડેરીના ૧૬ ડિરેક્ટર માટે યોજાનારી ચુંટણી માટે ગઈકાલથી ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ થયું છે. જેમાં પ્રથમ દિવસે એક પણ ફોર્મ ભરાયું નથી.
આખરે જેની કાગડોળે રાહ જોવાતી હતી તે બનાસડેરીની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. બનાસ ડેરીની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઇ છે.

જે ૨૯ મી સપ્ટેમ્બર સુધી ચાલશે. ઉમેદવારીપત્રો દરેક તાલુકા મથકે અથવા તો જિલ્લા કલેકટર કચેરીએ પણ ભરી શકાશે. બનાસ ડેરીની ચૂંટણીને લઈને તંત્ર પણ સજ્જ બન્યું છે. જોકે, પ્રથમ દિવસે એકપણ ઉમેદવારીપત્ર ભરાયું ન હોવાનું ચૂંટણી અધિકારી એફ.એ.બાબીએ જણાવ્યું હતું. જોકે, આ વખતે બનાસ ડેરીની ચુંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સામસામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વર્તમાન ચેરમેન શંકર ચૌધરી સામે સાંસદ પરબત પટેલ પ્રેરિત પેનલ મેદાને જંગમાં ઉતરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. બનાસડેરી ના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ એ ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે બંડ પોકાર્યું છે. ત્યારે બનાસડેરીની ચૂંટણીમાં સાંસદ પરબત પટેલ, પૂર્વ ચેરમેન પરથી ભટોળ, માવજીભાઈ દેસાઈના મુખ્ય ચહેરાઓ છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરાયા પછી જ ચિત્ર સ્પષ્ટ થશે કે ઘી ના ઠામમાં ઘી ઢળશે કે રસાકસીભર્યો ચૂંટણી જંગ ખેલાશે..!


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.