ટ્રાફિકજામ નિવારવા : અમદાવાદના એસ.જી હાઈવેનો 5 કિ.મી.નો વિસ્તાર અકસ્માત ઝોન બનાવામાં આવ્યો
અમદાવાદના એસ.જી. હાઈવે ઉપર ટ્રાફિકજામ નિવારવા ગોતા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના પાંચ કિલોમીટર વિસ્તારમાં આવતાં કુલ દસ જેટલાં કટ બંધ કરવામાં આવતાં આ રસ્તો એક્સિડન્ટ ઝોન બની ગયો છે. આસપાસના રહેણાંક અને ઓફિસોમાંથી નીકળતા વાહન ચાલકોએ રોંગ સાઈડ આવવા લાગ્યાં છે. આ કારણે પાંચ કિ.મી.નો આ રસ્તો એક્સિડન્ટ ઝોન બની ગયો છે. સોમવારે ઢળતી સાંજે એક કિ.મી.
પોલીસનું કહેવું છે કે, એસ.જી. હાઈવે ઉપર હાઈવે ઓથોરિટી દ્વારા સીસીટીવી નાંખવામાં આવ્યાં છે. પરંતુ, ગોતા ચોકડીથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના હાઈવે ઉપર હજુ વધુ સીસીટીવી લગાવવાની પ્રક્રિયા હાઈવે ઓથોરિટી દ્વારા ચાલી રહી છે. પૂરતા સીસીટીવી ન હોવાના કારણે સર્જનાર વાહનોની ભાળ મેળવવાનું પોલીસ માટે આસાન નથી. બીજી તરફ, ગોતા ચોકડીથી વૈષ્ણોદેવી સર્કલ સુધી પાંચ કિલોમીટરના એસજી હાઈવે ઉપર 10 કટ એટલે કે ક્રોસ રોડ્સ છેલ્લા ત્રણેક મહિનાથી બંધ કરવામાં આવ્યાં છે.
એસ.જી. હાઈવે ઉપર ટ્રાફિક જામ નિવારવા લેવાયેલા આ નિર્ણયથી અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ગોતાથી વૈષ્ણોદેવી સુધીના હાઈવેની બન્ને બાજુનો અડધાથી એક કિલોમીટરનો વિસ્તાર રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારો તરીકે ઝડપભેર ડેવલપ થઈ રહ્યાં છે.
Tags accident SG highway zone