અમદાવાદની ઓફિસોમાં સ્ટાફની હાજરી 50 ટકા જ રાખવા કોર્પોરેશનનો આદેશ

ગુજરાત
ગુજરાત

ઓફિસો વૈકલ્પિક રીતે ઓલ્ટરનેટ ડે એ કર્મચારીઓ ફરજ ઉપર આવે તેવી વ્યવસ્થા પણ કરી શકે છે, ઔધોગિક એકમોને નિર્ણયમાંથી મુક્તિ

અમદાવાદ શહેરમાં આવેલ તમામ પ્રકારની ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા પ0 ટકા સુધી રાખવાની રહેશે. તેવો નિર્ણય અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.

એએમસી દ્વારા જણાવાયું છે કે,વૈશ્વિક કોરોના મહામારી સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે જરૂરી બહુઆયામી વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. તાજેતરમાં ગુજરાત સરકારનાં ગૃહ વિભાગનાં હુકમ મુજબ કોવિડ -19 નાં સંક્રમણને અટકાવવા અંગેના કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે.

જે અન્વયે અમદાવાદ શહેરમાં આવેલી તમામ પ્રકારની ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે, અથવા ઓલ્ટરનેટ ડે એ કર્મચારીઓ ફરજ ઉપર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. તે મુજબનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે . ઔધોગિક એકમોને આમાંથી મુક્તિ આપવામાં આવેલ છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.