કોંગ્રેસ પર પ્રહારો અમદાવાદમાં આસામના CMનો લલકાર, 2024ની લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટો જીતીશું

ગુજરાત
ગુજરાત

આગામી ચૂંટણી પહેલા ગુજરાતમાં પ્રચાર કરી રહેલા આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ સોમવારે કહ્યું હતું કે ગુજરાતએ 2024ની ચૂંટણી માટે મહાવરો છે કારણ કે આ પછી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી જીતી ત્રીજી વખત વડાપ્રધાન બનશે. સરમાએ કહ્યું કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ૪૦૦થી વધુ સીટો મેળવશે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે કોંગ્રેસે દેશમાં એક ઇકોસિસ્ટમ આપી છે કે જેમાં આફતાબ પૂનાવાલા જેવા લોકો, જેમણે તેની પ્રેમિકાનું ગળું દબાવીને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા, તે દેશમાં ‘લવ જેહાદ’ ચલાવે છે અને દેશને ‘લવ-જેહાદ’ કાયદાની જરૂર છે.
સમાન નાગરિક સંહિતા (UCC) પર લોકો તરફથી સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી રહી છે. જવાહરલાલ નેહરુ સમયમાં મહિલાઓ સામે કરવામાં આવતો અન્યાય એ યુસીસીથી ખતમ થશે.
હેમંત બિસ્વા શર્માએ આ ઉપરાંત પણ કહ્યું કે કોંગ્રેસના સમયમાં આતંકવાદની સ્થિતિ સારી જોવા મળતી હતી કારણ કે તે તુષ્ટિકરણની રાજનીતિમાં સામેલ હતી પરંતુ તેને 2014 પછી તેને પણ યોગ્ય જવાબ મળ્યો.
પછી તેમણે પીએફઆઈ પરના પ્રતિબંધ વિશે પણ કહ્યું કે લોકો કહેતા હતા કે તેનાથી દેશ અસ્થિર થશે પરંતુ કંઈ થયું નથી. કલમ 370 હટાવવામાં આવ્યા પછી પણ એવું જ કહેવામાં આવ્યું હતું પરંતુ કંઈ થયું નથી.
ભાજપના મેનિફેસ્ટો વિશે બોલતા જેમાં એન્ટી-રેડિક્લેઝેશન યુનિટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે આનો અર્થ એ છે કે તેઓ સમસ્યા શરૂ થાય તે પહેલાં જ તેનો અંત લાવશે કારણ કે તે એક રસી જેવું જ કામ કરશે.
હિંદુ ધ્રુવીકરણમાં સામેલ હોવાના આરોપ પર હિમંતા સરમાએ પૂછ્યું, “હિંદુઓના ધ્રુવીકરણમાં શું વાંધો છે? શું માત્ર ઓવૈસી જ વાત કરી શકે છે? હિંદુઓને તેમની ગૌરવગાથા કહેવાનો અધિકાર નથી… મુસ્લિમ લોકો પણ હિંદુને સાંભળીને પ્રેરણા લે છે.”
આસામના સીએમએ શ્રદ્ધા વાલ્કર કેસ વિશે પણ કહ્યું કે કોંગ્રેસની ત્રુટિકારણ નીતિને કારણે આફતાબ-શ્રદ્ધા જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યારે કોઈના 35 ટુકડા કરવામાં આવે છે, તો તે પ્રેમની વાત નથી.
કોંગ્રેસના નવા ચૂંટાયેલા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ગુજરાત મુલાકાત અંગે હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે તે સારી વાત છે કે તેઓ ગુજરાત આવ્યા છે. “તેઓ ફરવા માંગે છે. હું 22 વર્ષ કોંગ્રેસમાં રહ્યો પણ ગાંધી પરિવાર સિવાય બીજું કોઈ નામ સાંભળ્યું નથી.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.