![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-232.jpg)
વડોદરામાં ATS ના દરોડામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
વડોદરામાં ગુજરાત ATS અને શહેર SOGની ટીમે વધુ એક ગોડાઉનમાં બાતમીના આધારે દરોડા પાડ્યાં હતા. ભવાની એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને ડ્રગ્સનું રો મટિરિયલ જપ્ત કરવામાં આવ્યુ હતુ. અગાઉ સાવલી તાલુકાના મોક્સી ગામેથી જે ડ્રગ્સનું ગોડાઉન પકડાયુ હતુ. તેના આરોપીઓની પૂછપરછમાં ખૂલાસો થયો હતો કે વડોદરા શહેર નજીક આવેલ સાકરડા GIDCમાં પણ આજ પ્રકારનું ગોડાઉન છે. આ ગોડાઉનની અંદર પણ ડ્રગ્સનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવેલો અને મોટા પ્રમાણમાં રો મટિરિયલ પણ છે. જેના આધારે એટીએસ અને એસઓજીની ટીમે દરોડા પાડીને ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
ભવાની એન્ટરપ્રાઈઝમાંથી ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો
આરોપીઓના ખૂલાસાને આધારે વડોદરા શહેર SOG અને ગુજરાત ATSના અધિકારીઓએ સવારથી ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાની વિગતો સામે આવી છે. આ સાથે અન્ય સંબંધિત એજન્સીઓને સાથે રાખી ATS દ્વારા આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યુ. જેમા ડ્રગ્સનો મોટો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. અગાઉ જે મોક્સી ગામમાં જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો તેમા જે આરોપીઓ તેમની પૂછપરછમાં આ ખૂલાસો થયો હતો. તેના આધારે ભવાની એન્ટરપ્રાઈઝ ગોડાઉનમાં દરોડા કરવામાં આવ્યા હતા. હાલ ATSએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ત્યાંથી ડ્રગ્સનો જથ્થો સિઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.