અમદાવાદમાં 10 દિવસ બાદ વાતાવરણમાં પલટો,પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ
અમદાવાદ શહેરમાં 10 દિવસ બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના ઠંડા પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે ચોમાસું શરૂ થયા બાદ મેઘરાજા અમદાવાદથી રિસાયા હોય તેમ ઉકળાટભર્યું વાતાવરણ હતું. ત્યારે આજે વાતાવરણમાં પલટો આવતા પરેસેવેથી રેબઝેબ થતા લોકોને રાહત મળી છે. શહેરના સરખેજ, સનાથલ, નવાપુરા, ખોખરા, હાટ્કેશ્વર, વેજલપુર, પ્રહલાદનગરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. જ્યારે બોપલ-ઘુમા, મોટેરા, જગતપુર બાજુ વાતાવરણમાં પલટો આવ્યો છે.