યાત્રાધામ પાવાગઢ ખાતે પહેલા નોરતે ભક્તોનું કીડીયારું ઉભરાયું, 2.5 લાખ લોકોએ માં ના ચરણોમાં શીશ નમાવ્યુ

ગુજરાત
ગુજરાત

નવરાત્રીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે પહેલાં નોરતે 2.5 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. જેમાં પ્રથમ નોરતાએ યાત્રાધામ પાવાગઢ ખાતે માઇ ભક્તોનું મહેરામણ ઉમટયું હતું. મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા. જ્યારે નિજ દ્વારા ખુલતાં ભક્તોએ જયઘોષ કર્યો હતો. આગલા દિવસ શનિવાર રાત્રેથી ભક્તો મોટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો જનસૈલાબ જોવા મળ્યો હતો.

આસો નવરાત્રીના પ્રથમ નોરતાએ શનિ-રવિવારની રજા હોય યાત્રાધામ પાવાગઢ ખાતે માઇ ભક્તોનું મહેરામણ ઉમટયું અઢી લાખ માઇ ભકતોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હતા. પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે. શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. પાવાગઢનો વિકાસ અને મંદિર પરિસરના આધ્યાત્મિક નિર્માણ થયા પછી દેશના પ્રધાનમંત્રી દ્વારા ઐતિહાસિક ધ્વાજરોહણ બાદ યાત્રાળુઓનો ધસારો ઉત્તરોતર વધી રહ્યો છે. તેમાં પણ આસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના દર્શનર્થે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

રવિવારના રોજથી શરૂ થતી નવરાત્રી પર્વને લઈ માઇ ભક્તો શનિવાર રાત્રેથી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો. ચારે કોર પગપાળા યાત્રાળુઓના કારણે જય માતાજીના ભારે જયઘોષ સંભળાતા હતા. મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવારે સાડા ત્રણ કલાકે માતાજીના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.