સુરતમાં દહીહાંડીના કાર્યક્રમમાં યુવકને સ્ટંટ બાજી કરવી ભારે પડી, મોઢામાંથી જવલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગ લગાવતી વખતે યુવકનો ચહેરો દાજ્યો

ગુજરાત
ગુજરાત

સમગ્ર દેશમાં ગઈ કાલે ક્રિષ્નજન્મની ઉજવણી થઇ હતી. ત્યારે ગુજરાતમાં પણ ક્રિષ્ન મંદિરોમાં ઉજવણી કરવામા આવી હતી. ત્યારે સ્કુલ કોલેજોમાં પણ જનમાષ્ટમીને લઈને અનેક કાર્યક્રમો રાખવામા આવ્યા હતા. ત્યારે સુરતમાં દહીંહાંડી કાર્યક્રમમાં સ્ટંટ કરવો યુવકને ભારે પડ્યો છે. દહીંહાંડીના કાર્યક્રમમાં સ્ટંટ કરતી વખતે મોઢામાંથી જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતાં યુવકનો ચહેરો દાઝ્યો હતો.

સુરત શહેરમાં ચારેતરફ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનીનો માહોલ જોવા મળ્યો હતો. કોલેજ કેમ્પસ, સ્કૂલોમાં પણ જન્માષ્ટમીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી હતું ત્યારે એસ. ડી. જૈન કોલેજ કેમ્પસમાં મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક યુવક આગ સાથે સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન મોઢામાંથી જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતો હતો. આ દરમિયાન જ યુવકનો ચહેરો દાઝી ગયો હતો. જો કે ગણતરીની સેકન્ડોમાં જ આગ ઓલવાઈ જતાં યુવકને વધુ ઈજા થઈ ન હતી. પરંતુ આગને પગલે નીચે ઊભેલા યુવકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.