પ્રિ-મોન્સુન તૈયારીઓના ભાગરૂપે અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે પૂર-હેઝાર્ડ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં હવે ચોમાસા પૂર્વે એટલે કે પ્રિ-મોન્સુન તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરના કાંકરિયા તળાવ ખાતે પૂર-હેઝાર્ડ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું આયોજન ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જિલ્લા કલેકટર કચેરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું. આ મોકડ્રીલમાં કાંકરિયા તળાવ ખાતે મુસાફરોની બોટ કેવી પાણીમાં પલટી જતા મુસાફરો તણાઈ જાય છે અને ત્યાં ઊભેલા સામાન્ય નાગરિકો દ્વારા 108, પોલીસ વિભાગ, એસડીઆરએફ અને ડીઈઓસીને જાણ કરવામાં આવે છે.

ત્યારબાદ તમામ ટીમ ઘટનાસ્થળે પહોંચી ડૂબેલા લોકોનું રેસ્કયુ કરવામાં આવે છે. રેસ્ક્યુ કરેલ લોકોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. આવી રીતે સમગ્ર ઘટનાનું લાઈવ નિદર્શન કરવામાં આવે છે અને આમ,સફળતાપૂર્વક મોકડ્રીલ કરવામાં આવી.

તેમજ મોકડ્રીલ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા બચાવ અને રાહત કામગીરીઓનું નિદર્શન યોજાયું હતું અને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ મોકડ્રીલનો હેતુ કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી તથા સબંધિત વિભાગો સતર્ક રહી જાનહાનિ અટકાવી અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનની રક્ષા કરવાનો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.