આરોગ્ય વિભાગમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ, 11 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરે નકલી ડીગ્રી દ્વારા નોકરી મેળવી

ગુજરાત
ગુજરાત

મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગમાં એક કોભાંડ સામે આવ્યું છે. મહેસાણા જિલ્લામાં 11 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરે નકલી ડીગ્રી દ્વારા નોકરી મેળવાવનું કોભાંડ સામે આવ્યું છે. આ હેલ્થ વર્કર છેલ્લાં 10 વર્ષથી નકલી ડિગ્રીના આધારે ફરજ બજાવતા હતા. આ હેલ્થ વર્કરની ડીગ્રી અન્ય રાજ્યની યુનિવર્સિટીની હતી.

રાજ્ય વિકાસ કમિશ્નર કચેરી દ્વારા ડીગ્રીની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન 11 હેલ્થ વર્કરની ડિગ્રી નકલી હોવાનું કોભાંડ ખૂલ્યું હતું. નકલી ડિગ્રીના આધારે નોકરી મેળવનાર 11 હેલ્થ વર્કર હાલ ખેરાલુ, વીજાપુર, વડનગર, ઊંઝા, બહુચરાજી, કડી અને સતલાસણા તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે. આ 11 હેલ્થ વર્કરને જિલ્લા આરોગ્ય અધિકારીએ નોટિસ ફટકારી આ અંગે ખુલાસો માંગ્યો છે. આગામી સમયમાં આ હેલ્થ વર્કરને છૂટા કરવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. આ હેલ્થ વર્કરે તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને હિમાચલ પ્રદેશની યુનિવર્સિટીઓની ડીગ્રીઓ પર નોકરી મેળવી હોવાનુ જાણવા મળ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.